ikhedut Portal 2026 Registration આઈ ખેડૂત પોર્ટલ યોજના 2026 27

નમસ્કાર ખેડૂત મિત્રો! ખેડૂતો માટે સરકાર દ્વારા સમયાંતરે અનેક ઉપયોગી યોજનાઓ જાહેર કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત યોજનાની માહિતી ક્યાંથી મેળવવી અને અરજી કેવી રીતે કરવી તેની મૂંઝવણ રહેતી હોય છે.

આજે આપણે વાત કરીશું i-Khedut Portal 2026 વિશે. ગુજરાત સરકારનું આ પોર્ટલ ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓ માટે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરવાની સુવિધા આપે છે. ikhedut portal 2026 yojana list

i-Khedut Portal દ્વારા ખેડૂતો ટ્રેક્ટર સહાય, ટપક સિંચાઈ, બાગાયતી યોજનાઓ, પશુપાલન સહિતની વિવિધ યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. સાથે જ અરજી કર્યા પછી તેનું સ્ટેટસ પણ ઓનલાઈન ચેક કરી શકાય છે.

આઈ ખેડૂત પોર્ટલ યોજના 2026 27 લિસ્ટ ikhedut portal 2026 yojana list

  • ખેતીવાડી યાંત્રિકીકરણ યોજના – ટ્રેક્ટર, ખેતીના સાધનો અને મશીનરી માટે સહાય
  • સિંચાઈ સંબંધિત યોજનાઓ – ડ્રિપ, સ્પ્રિંકલર વગેરે
  • બાગાયત યોજનાઓ – ફળ પાક, શાકભાજી, રોપાઓ અને મંડપ વગેરે માટે સહાય
  • પશુપાલન યોજનાઓ – ગાય, ભેંસ, બકરા, પશુ આહાર અને પશુ આવાસ સંબંધિત સહાય
  • મત્સ્યઉદ્યોગ યોજનાઓ – માછલી ઉછેર, સાધનો અને અન્ય પ્રવૃત્તિઓ માટે સહાય
  • પાક અને ખેતી વિકાસ યોજનાઓ – વિવિધ પાકોના ઉત્પાદન અને આધુનિક ખેતી માટે સહાય

નોંધ: 2026-27માં કઈ યોજના માટે અરજી શરૂ છે, છેલ્લી તારીખ શું છે અને કેટલી સહાય મળશે તે સમય પ્રમાણે બદલાઈ શકે છે. તેથી અરજી કરતા પહેલાં i-Khedutના સત્તાવાર પોર્ટલ પર ઉપલબ્ધ યોજના chek kro

આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ikhedut portal registration 2026

  • આઈ ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન 2026 સૌ પ્રથમ i-Khedut પોર્ટલની સત્તાવાર વેબસાઇટ પર જાઓ:
  • હોમ પેજ ખુલ્યા બાદ ‘યોજના’ (Schemes) વિકલ્પ પર ક્લિક કરો.
  • હવે તમારી જરૂરિયાત મુજબનો વિભાગ પસંદ કરો, જેમ કે ખેતીવાડી, બાગાયત, પશુપાલન વગેરે.
  • પસંદ કરેલી યોજનાની સામે ‘વિગતો માટે ક્લિક કરો’ અને ત્યારબાદ ‘અરજી કરો’ પર ક્લિક કરો.
  • જો તમે અગાઉ પોર્ટલ પર નોંધણી કરી હોય તો ‘હા’, અન્યથા ‘ના’ પસંદ કરીને આગળ વધો.
  • હવે ‘નવું એપ્લિકેશન ફોર્મ’ ખોલીને તમારું નામ, સરનામું, જાતિ સહિતની જરૂરી વ્યક્તિગત માહિતી ભરો.
  • ત્યારબાદ બેંક ખાતાની વિગતો, જેમ કે ખાતા નંબર અને IFSC કોડ, તેમજ રેશન કાર્ડની માહિતી દાખલ કરો.
  • હવે તમારી જમીનની વિગતો, જેમ કે ખાતા નંબર અને સર્વે નંબર, ધ્યાનપૂર્વક ભરો. અહીં માહિતી ખોટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખો.
  • અંતે સ્ક્રીન પર દેખાતો Captcha Code દાખલ કરીને ‘Submit’ બટન પર ક્લિક કરો.
  • અરજી સબમિટ થયા બાદ તેને Confirm કરવાનું ભૂલશો નહીં. ત્યારબાદ અરજીની પ્રિન્ટ કાઢી જરૂરી દસ્તાવેજો સાથે સાચવી રાખો.

આઈ ખેડૂત પોર્ટલ અરજીનું સ્ટેટસ કેવી રીતે તપાસવું? ikhedut portal status check 2026

અરજી કર્યા પછી તમારી અરજી ક્યાં સુધી પહોંચી છે તે પણ સરળતાથી જાણી શકાય છે.

  1. i-Khedut પોર્ટલ પર જઈને ‘અરજદાર સુવિધા’ વિભાગ ખોલો.
  2. અહીં ‘અરજીનું સ્ટેટસ તપાસો’ વિકલ્પ પસંદ કરો.
  3. તમારો મોબાઈલ નંબર અને Application Number દાખલ કરો.
  4. ત્યારબાદ Captcha ભરીને ‘સ્થિતિ જુઓ’ પર ક્લિક કરો.
  5. હવે તમારી અરજી કયા તબક્કે છે અને તેની હાલની સ્થિતિ શું છે, તે સ્ક્રીન પર જોઈ શકશો.

Leave a Comment